અમદાવાદમાં આજથી SG હાઈવે, સહિત 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો લોક

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે આજે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી. હાઇવે, બોપલ, વસ્ત્રાપુર, સિંઘુભવન સહિત 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા પછી બધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ કહ્યું કે, આ નિર્ણયનો આજથી જ અમલ કરવા કહ્યું છે. અને મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ વધુ વકરી રહ્યું છે.