શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે

અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં આવેલી ખાનગી શ્રેય હોસ્પિટલમાં આજે પરોઢીયે એક ભીષણ આગ ફાટી નીકળતા કોરોના વાયરસના 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલના પાંચમા માળનું બાંધકામ ગેરકાયદેસર હતું તેમજ બેઝમેન્ટમાં આવેલી કેન્ટીન પણ ગેરકાયદેસર હતી. તેમજ શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટના નીકળ્યા. 5 લોકોના મૃતદેહ પીએમ માટે લઇ જવામાં આવ્યા છે.

શ્રેય હોસ્પિટલને ફાયર સેફટી સર્ટીફિકેટ જ મળ્યું નહોતું. તો હવે સવાલ એ સર્જાઈ છે કે ફાયર સર્ટિફિકેટ વગર AMCએ કોવિડ હોસ્પિટલ બનાવી.