છેલ્લા 24 કલાકમાં રાજ્યના 242 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં સરેરાશ 106.78 ટકા વરસાદ: સૌથી વધુ કચ્છ ઝોનમાં 213.57 ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં 80.35 ટકા

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૫મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના ૧૦ તાલુકાઓમાં ચાર ઈંચ થી નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ૨૨૫ મીમી એટલે કે નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં ૧૭૯ મીમી એટલે કે સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ભાણવડમાં ૧૬૫ મીમી, લખપતમાં ૧૬૦ મીમી, જામજોધપુરમાં ૧૩૫ મીમી, રાધનપુરમાં ૧૧૫, સાંતલપુરમાં ૧૧૪ મીમી, ટંકારામાં ૧૦૪ મીમી, માંડવી(કચ્છ)માં ૧૦૧ મીમી, અને ધોરાજીમાં ૧૦૦ મીમી સુધીનો વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૪૯ તાલુકાઓમાં ૨ થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં જામકંડોરણા, સમી, વાડિયા, સિદ્ધપુર, મોરબી, મુન્દ્રા, નખત્રાણા, રાપર, જેતપુર, લીલીયા, ભૂજ, દિયોદર, દસાડા, કલ્યાણપુર, ગાંધીધામ, ઉપલેટા, થાનગઢ, મુળી, દ્વારકા, શંખેશ્વર, ઉમરપાડા, કોટડા સાંગાણી, વાંકાનેર, હારીજ, સાયલા, લાલપુર, વઢવાણ, બગસરા, લોધિકા, ભેસાણ, ખંભાળિયા, બાબરા, બારડોલી, ભચાઉ, ચોટીલા, દાંતા, લખતર, કલોલ, ચુડા, અંજાર, સુઈગામ, રાજકોટ, માંડવી(સુરત), જામનગર, ગરૂડેશ્વર, કુકરમુંડા, ઉંઝા, ખેરાલુ અને અમરેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬૬ તાલુકાઓમાં ૧ થી ૨ ઈંચ તથા ૧૧૬ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૬.૭૮ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૩.૫૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૧.૩૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૨૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૨.૨૨ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૩૫ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૩૨,૭૧૯ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિના ૬૯.૬૬ ટકા જેટલો થયો છે. રાજ્યના ૮૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત ૭૬ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૧૫ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૧૪ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૧ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.

  • વિપુલ ચૌહાણ /ભરત ગાંગાણી