કોંગ્રેસ પાર્ટીને ખત્મ કરવા સોનિયા અને રાહુલ ગાંધી કાફી છે: સાક્ષી મહારાજ

ઉત્તર પ્રદેશ ભાજપના નેતા સાક્ષી મહારાજે આજે કહ્યું કે, સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવા માટે પૂરતા છે. સંઘના મુખ્ય મથક ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મળ્યા પછી મહારાજે કહ્યું કે કોંગ્રેસ ડૂબી રહી છે.

ભાજપ નેતાએ ભાગવત સાથેની બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ તેના કૃત્યોને કારણે ડૂબી રહી છે અને અમારે કંઇપણ કરવાની જરૂર નથી. સાક્ષી મહારાજે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં કોઈ વિરોધ નથી.

તેમણે કહ્યું, “સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસને નષ્ટ કરવા માટે પૂરતા છે અને કોઈને કંઇપણ કરવાની જરૂર નથી.” જણાવી દઈએ કે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ દ્રારા પૂર્ણકાલિક અને દૃશ્યમાન નેતૃત્વની માંગના એક પત્ર લખ્યો ત્યારથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી. ઉત્તર પ્રદેશની રાજનીતિ અંગે તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથ દેશના સર્વોત્તમ મુખ્યમંત્રી છે.રામ મંદિરના નિર્માણ વિશે કહ્યું, ‘અયોધ્યામાં જલ્દીથી ભગવાન રામનું ભવ્ય મંદિર બનશે.’