Breaking: દુબઈ અને યુએઈમાં ફસાયેલા એક લાખ ભારતીયોને લાવવા ખાસ ફ્લાઈટ-જહાજ રવાના કરાશે

7મી મેના રોજ ફ્લાઈટ અને ત્રણ જહાજને રવાના કરાશે

કોરોના વાયરસને કારણે દુબઈ અને યુએઈ દેશોમાં ભારતના એક લાખથી વધુ લોકો ફસાયેલા છે. આ લોકોએ ભારતમાં પરત આવવા માટેની માગણી પણ કરેલી છે જેને અનુસંધાને કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે પોતાના દેશવાસીઓને પરત લાવવા માટે ખાસ ફ્લાઈટો અને શીપ રવાના કરાશે.

૭મી મેના રોજ કોચી ખાતેના દરિયાકાંઠેથી ઇન્ડિયન નેવી સર્વિસીસની જલ સેવાના ત્રણ જહાજોને અબુધાબી માટે રવાના કરવામાં આવશે. ઉપરાંત બે ખાસ ફ્લાઇટને પણ દુબઈ તરફ રવાના કરાશે. માલદીવમાં પણ ભારતના લોકો ફસાયા છે. ભારતીય એમ્બેસીના અધિકારીઓએ ભારતમાં પરત આવનારા મુસાફરોની યાદી પણ તૈયાર કરી લીધી છે.

જેમાં ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો તથા બાળકોને પ્રાથમિકતા અપાય છે દુબઈ અને અન્ય આરબ રાષ્ટ્રોમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે.

જે લોકોને કોરોના વાયરસ નથી તેવા લોકોને જ પરત લાવવામાં આવશે ઉપરાંત ભારતની જમીન પર પગ રાખ્યા બાદ દુબઈથી આવનારા લોકોએ ફરજિયાત રીતે ૧૪ દિવસ માટે ક્વોરન્ટીન થઈ જવું પડશે.