અમદાવાદ, ગાંધીનગર કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં સૂર્યગ્રહણનો અદભૂત નજારો

આજે વર્ષનો સૌથી મોટો દિવસ એટલે કે 21 જૂને અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ સહિત ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં સૂર્યગ્રહણ દેખાવાનું શરૂ થઈ ગયું છે. કોરોના કાળ વચ્ચે સૌથી મોટું સૂર્ય ગ્રહણ છે. જે સવારે 9.15 વાગ્યે શરૂ થયું અને બપોરે 3.04 વાગ્યે પૂર્ણ થશે એટલે કે 5 કલાક 49 મિનિટ સુધી સૂર્ય ગ્રહણ અદભૂત નજારો જોવા મળશે.

સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાઈ જાય છે. તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો કોઈ ભાગ ચંદ્ર હેઠળ છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે.