કોરોના કપરા સમયમાં વીજળી ચેકીંગ અને બીલોની ઉઘરાણી રોકોઃ ખેડૂત એકતા મંચ

હાલ ગુજરાતના ખેડૂતો ખુબ જ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા છે, પાક-ધિરાણ ભરવાનું છે, ઉપજના ભાવ નથી અને ચોમાસુ ખેતીની તૈયારી કરવાની છે. આવા કપરા સમયે વીજળી કંપનીઓ ખેતરે ખેતરે ફરી લોડ ચેકીંગના નામે ખેડૂતોને ભયભીત કરી રહી છે સાથે સાથે બાકી બીલોની ઉઘરાણી કરી રહી છે.

સરકારને વિનંતી છે કે દિવાળી સુધી લોડ ચેકીંગ અને બીલોની ઉઘરાણી રોકવા માટે વિજ-કંપનીઓને સૂચના આપે. ચોમાસુ પાક બજારમાં આવે ત્યાં સુધી કંપનીઓ ખેડૂતોને નાહક પરેશાન ના કરે એવી સૂચના તાત્કાલિક આપે જેથી સંકટ સમયમાં ખેડૂતો અને વીજ-કંપનીના કર્મચારીઓ વચ્ચે બિન-જરૂરી ઘર્ષણો ઉભા ના થાય એવું ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી જણાવે છે.

One Reply to “કોરોના કપરા સમયમાં વીજળી ચેકીંગ અને બીલોની ઉઘરાણી રોકોઃ ખેડૂત એકતા મંચ”

  1. Please put up our North Gujarat Farmers Grivence before State/Central Government, 1) We want only for Irrigation not Electric power like Punjab state. 2) Please make MSP for Divela which is highest production in the world. 3) MSP for Milk, which is highest production in Asia through CoOperative Societies. For above points our MP of Mehsana sent latter to Agriculture Ministr.

Comments are closed.