બ્રેકિંગ: રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેર્યુ તો આકરો દંડ

ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે હજુ પણ લોકો તેને હળવાશમાં લઈને લોકો જાહેરમાં માસ્ક વગર ફરી રહ્યા અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી રહ્યા નથી જેને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઈકોર્ટેની ટકોરના કારણે રાજ્યમાં આવતીકાલથી જાહેરમાં માસ્ક પહેર્યા વગરના વ્યક્તિઓ પાસેથી રૂપિયા 1 હજારનો દંડ વસૂલવામાં આવશે. નોંધનીય છે કે આ અગાઉ 500 રુપિયો દંડ કરવામાં આવતો હતો.