સ્ટુઅર્ટ બ્રોડ 500 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો 7મો બોલર

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ મેનચેસ્ટર રમાઈ રહેલી ટેસ્ટના પાંચમાં એટલે કે અંતિમ દિવસે એક સૌથી મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. સ્ટુઅર્ટ બ્રૉડે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ હાંસિલ કરનારો વિશ્વનો 7માં નંબરનો બોલર બની ગયો છે એટલુ જ નહીં બ્રૉડે ઈંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં 500 ટેસ્ટ વિકેટ મેળવનાર બીજા નંબરનો બોલર છે.

આ અગાઉ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના જેમ્સ એન્ડરસને વર્ષ 2017માં વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ જ ટેસ્ટ મેચમાં 500 ટેસ્ટ વિકટે લેવાનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો. બ્રૉડે વેસ્ટ ઈન્ડીઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને 500માં વિકેટ મેળવી હતી.

નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ફાસ્ટ બોલર કૉર્ટની વાલ્શે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ 500 વિકેટ લીધી હતી. મુથૈયા મુરલીધરન (800 વિકેટ), શેન વોર્ન (708), અનિલ કુંબલે (619), ગ્લેન મૈકગ્રા (589), કોર્ટની વાલ્શ (519) વિકેટ પ્રાપ્ત કરી ચૂક્યા છે.