તમામ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી છ માસ સુધી માફ કરો: કોંગ્રેસ

કોરોના વાઇરસને કારણે ઉભી થયેલી સ્થિતિ તમામ શાળા અને કોલેજોને છ મહિના સુધી માફ કરી દેવી જોઈએ એવી માગણી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કરી છે આ સંદર્ભમાં તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં રજૂઆત કરાય છે કે સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યયમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે, જે વિશ્વના 205 ઉપરાંતના દેશોમાં અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે.

બીજા તબક્કાનું લોકડાઉન તા. 15 એપ્રિલ, 2020થી 3 મે, 2020 સુધી જાહેર કરવામાં આવેલ છે. ભારતીય રાષ્ટ્રીસય કોંગ્રેસ પક્ષે આ મુશ્કેાલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્ય ની જનતાને આ મહામારીમાંથી ઉગારી લેવાના ઉદ્દેશ્યન સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી રહી છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા થતા સમયાંતરે થતા સૂચનો રાજકીય પક્ષાપક્ષીને બદલે રાજ્યરની પ્રજાના હિતમાં જ હોય છે.

(1) કોરોના વાયરસના ફેલાવાનો વ્યાપ જોતા અને જાહેર થયેલ લોકડાઉન પૂર્વે અમોએ તા. 21-3-2020ના પત્રક્રમાંક : LOP/VIP/60/2020થી આપશ્રીને લેખિતમાં હાલની સ્થિરતિ વિશે અને આ મહામારીથી ભવિષ્ય માં રાજ્ય2માં ઉભી થનાર સ્થિોતિ અંગે લેવાના થતા પગલાં અંગે વિગતવાર પત્ર લખેલ, જે મુજબ સમગ્ર રાજ્યંમાં આગામી છ માસ સુધી સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાવસ કરતાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા જણાવેલ.

(2) તા. 25-3-2020ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખ તથા અમો તેમજ અન્યા આગેવાનોએ આપશ્રીને રૂબરૂ મળીને લેખિત આવેદનપત્ર આપેલ, જેમાં પણ ગુજરાત રાજ્યઅમાં આગામી છ માસ સુધી તમામ સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા વિનંતી કરેલ.

(3) ત્યારબાદ ગત તા. 7-4-2020ના રોજ અમો તથા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિમંડળે માન. રાજ્ય પાલશ્રીને રૂબરૂ મળી લેખિતમાં આવેદનપત્ર આપેલ.

જેમાં પણ કોરોનાની મહામારી તથા લોકડાઉનની સ્થિતિમાં સરકારી તથા ખાનગી શાળા-કોલેજો બંધ હાલતમાં છે, શિક્ષણ કાર્ય ચાલતું નથી તેવી સ્થિાતિમાં આગામી છ માસ સુધી ફી માફીની જાહેરાત કરવા વિનંતી કરેલ.

હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યલમાં તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે, જે ફરી ક્યારે ચાલુ થાય તે નક્કી નથી. ગરીબ અને મધ્યંમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેકલ થઈ ગયેલ છે. બીજા તબક્કાનું લોકડાઉન તા. 15-4-2020થી તા. 3-5-2020 સુધી જાહેર થયેલ છે.

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યામાં દિવસેને દિવસે વધતી જાય છે, છ માસ બાદ પણ સ્થિ તિ સામાન્યમ થતા જ્યાઓરે આવા ધંધાર્થીઓ પોતાના બાળકોને શાળા-કોલેજ મોકલશે ત્યારે સરકારી અને ખાનગી શાળાના સંચાલકો શિક્ષણ પૂરૂ પાડયા વિના તગડી ફી માંગશે. ત્યાકરે આર્થિક રીતે પડી ભાંગેલ રાજ્યાની પ્રજા ફી અંગેનો ત્રાસ સહન કરી શકશે નહીં.
રાજ્યકની પ્રજા અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કારલિક નિર્ણય લઈ, આગામી છ માસ સુધી સરકારી અને ખાનગી શાળા-કોલેજોની ફી સંપૂર્ણપણે માફ કરવા અંગે શાળા સંચાલકોને સત્વીરે સૂચના આપવા અને સત્વારે ફી માફીની જાહેરાત કરવા વિનંતી સહ ભલામણ છે.