લોકડાઉનમાં બીન-જરૂરી વસ્તુની ઓનલાઈન ડિલીવરી પર પ્રતિબંધ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉનના કારણે દેશમાં આર્થિક પ્રવૃતિ પર બ્રેક લાગી છે. આ સ્થિતિ વચ્ચે સરકારે કહ્યું કે લોકડાઉન દરમ્યાન બીન-જરૂરી વસ્તુઓની ઓનલાઈન ડિલીવરી થઈ શકશે નહીં.

દેશમાં લોકડાઉન લાગુ કર્યા બાદ સરકારે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવાની વાત કરી હતી. તેમજ રાશન, શાકભાજી, મેડીકલની દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે બીજ તરફ જરૂરી સામાનોની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે. જોકે, આ દરમિયાન ગૃહમંત્રાલયે આદેશ કર્યો છે કે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા લોકડાઉનમાં બીન-જરૂરી વસ્તુઓની સપ્લાય પર પ્રતિબંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે 25 માર્ચથી દેશમાં લોકડાઉન છે ત્યારથી જ ઈ-કોમર્સ કંપનીઓ માત્ર જરૂરી સામાનોની જ સપ્લાય કરી રહી છે.જોકે, થોડા દિવસ પહેલા સરકાર દ્વારા જારી ગાઈડલાઈનમાં ઈ-કોમર્સ કંપનીઓને આવશ્યક ચીજ- વસ્તુઓ સિવાય સપ્લાય પર છૂટછાટ આપવામાં આવી હતી.પરંતુ લોકડાઉન દરમિયાન આ માલની ડિલિવરી કરવામાં આવશે નહીં.