સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બોબડેએ નાગપુરમાં હાર્લી ડેવિડસન બાઇક ચલાવ્યું, હેલ્મેટ વગર

દેશની સર્વોચ્ચ અદાલત એવી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ. એ બોબડે તાજેતરમાં નાગપુર ગયા હતા જ્યાં તેઓએ હાર્લી-ડેવિડસનનું બાઇક ચલાવ્યું હતું. જોકે, આ સમયે મુખ્ય ન્યાયાધીશ પોતાના માથા પર હેલ્મેટ પહેર્યો ન હતો.

વાસ્તવમાં સમગ્ર દેશમાં કાયદો છે કે ટુ વ્હીલર ચાલકે કમ્પલસરી હેલ્મેટ પહેરવું હેલ્મેટ નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી કરોડો લોકોએ અબજો રૂપિયાનો દંડ ભરી દીધો છે તો શું હવે મુખ્ય ન્યાયાધીશ પાસેથી દંડ વસૂલાશે કે કેમ તેવો પ્રશ્ન લોકો સોશિયલ મીડિયા પર ઉઠાવી રહ્યા છે. ચીફ જસ્ટિસ દ્વારા બાઇક રાઇડિંગનો આ ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ મચાવી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે હાર્લી ડેવિડસનની કંપનીનું બાઈક ખૂબ જ મોંઘું આવે છે આવા જ એક લેટેસ્ટ અને હાઇ એન્ડના બાઈકની સફર કરવાની મજા ચીફ જસ્ટિસે માણી હતી.
જોકે આ બાઈક ચીફ જસ્ટિસ સાહેબની માલિકીનું નથી. અત્રે નોંધનીય છે કે ચીફ જસ્ટીસ યુવાની કાળમાં જ્યારે એડવોકેટ હતા ત્યારે તેઓને બાઈકનો ખૂબજ શોખ હતો આ શોખને હજુ પણ તેઓ છોડી શક્યા નથી.