કોવીડ-૧૯ અંતર્ગત મૃત્યુ પામેલ સુરત મહાનગરપાલિકા તથા સુરત પોલીસના ૭૩% કર્મચારીઓના આશ્રીતોને મરણોત્તર સહાય આપવામાં સરકાર નિષ્ફળ

કોવીડ-૧૯ અંતર્ગત મૃત્યુ પામેલ સરકારી અર્થ સરકારી કર્મચારીઓને મરણોત્તર સહાય પેટે કર્મચારીના આશ્રીતોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫ લાખની સહાય આપવા માટે તા. ૦૮.૦૪.૨૦૨૦ ના રોજ ઠરાવ ક્રમાંક નંબર: પરચ -૧૦૨૦૨૦-૨૫૦-ક થી હુકમ કરવામાં આવેલ હતા. તથા કોવીડ-૧૯ અંતર્ગત મૃત્યુ પામેલ સરકારી અર્થ સરકારી આરોગ્ય કર્મચારીઓને મરણોત્તર સહાય પેટે કર્મચારીના આશ્રીતોને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) અંતર્ગત તા.૨૮.૦૭.૨૦૨૧ના રોજ RS.US.Q.No.1002 થી રૂ. ૫૦ લાખની સહાય જાહેર કરવામાં આવેલ છે.

શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ RTI અરજીમાં ચોકાવનારી માહિતી મળેલ છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત મળેલ માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના ૬૬૩૩ જેટલા કર્મચારીઓ કોવિડ -૧૯ મહામારીના ભોગ બનેલ છે અને ૯૫ જેટલા કર્મચારીઓનુ મૃત્યુ પણ આ મહામારીથી થયેલ છે.

સુરત શહેર પોલીસ ખાતામાં ઘણા કર્મચારીઓ કોવિડ -૧૯ મહામારીના ભોગ બનેલ છે. જે પૈકી ૯ જેટલા કર્મચારીઓની મૃત્યુ પણ આ મહામારીથી થયેલ છે. એટલે બંને સરકારી સંસ્થાઓ મળીને ૧૦૪ જેટલા કર્મચારીઓ કોવીડ-૧૯ ના ભોગ બનેલ છે.