સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંતના સુસાઈડ માટે બોલિવૂડના અમુક સેલેબ્રિટીને જવાબદાર ઠેરવામાં આવી રહ્યા છે. જેને પગલે વકીલ સુધીર કુમાર ઓઝાએ બોલિવૂડના 4 મોટા સેલેબ્રિટિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જેમાં કરણ જોહર, સંજ્ય લીલા ભંસાલી, સલમાન ખાન, એકતા કપૂર સહિત 8 શખ્શોના નામ સુશાંત આત્મહત્યા કેસમાં શામિલ છે. બિહારની મુઝફ્ફરપુર કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આઈપીસીની ધારા 306,109,504 અને 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.