ચાંદખેડા વિસ્તારમાં સ્વાતિ-3 રેસીડન્સના રહીશો રહીશોએ શ્રમિકોના ભોજન માટે રસોડું ચાલુ કર્યું

જન સેવા એ જ પ્રભુ એવું માનીને અમદાવાદના નાગરિકો સ્વયંભૂ રીતે જરૂરિયાતવાળા લોકોની સહાય કરી રહ્યા છે અનેક સોસાયટીઓના રહીશો પોતે જાતે જ જે પ્રકારે મદદ થાય તે રીતે મદદ કરી રહ્યા છે આજે કોરોના મહામારી સામે લડત આપવા સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવાને કારણે લાખો પરિવારના ઘરમાં ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે.

ચાંદખેડા વિસ્તારમાં સ્વાતિ-3 રેસીડન્સના રહીશો પણ લોકોની સેવા કરવા માટે મેદાનમાં આવ્યા છે રોજે રોજનું કમાઇને ખાનારા ૨૫૦ શ્રમિકો માટે આ રહીશોએ રસોડું ખોલ્યું છે જેમાં શ્રમિકો માટે તાજુ ભોજન બનાવવામાં આવે છે જસપાલ સોનકર, હિંમાશુ શાહ રમણીક પરમાર
કપિલ શ્રીવાસ્તવ તથા સ્વાતિ રેસીડન્સ-3 ના તમામ રહીશો પોતાનું યોગદાન આપી રહ્યા છે શ્રમિકો માટે આ રસોડું આશીર્વાદરૂપ સાબિત થયું છે.