મોદી સરકારના રાજમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વધ્યા કે ઘટ્યા? શું કહે છે RTI ડેટા

મોદી સરકારના શાસનમાં ભારતીય સૈનિકોના મૃત્યુઆંકમાં ૧૦૦% નો વધારો?

ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર શાસનમાં આવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓથી વીર મૃત્યુ પામેલા જવાનોની સંખ્યા છેલ્લા ૫ વર્ષ ( વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૧૯ ) ના સરેરાશ ૭૪ જવાન પ્રતિ વર્ષ છે. એની સામે છેલ્લા ૫ વર્ષ માં ઠાર મારવામાં આવેલ આતંકીઓની સંખ્યા છેલ્લા ૫ વર્ષના સરેરાશ ૧૭૭ છે. જયારે આ આકડો વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૧૪ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓથી વીર મૃત્યુ પામેલા જવાનોની ૪ વર્ષની સરેરાશ સંખ્યા ૩૭ છે. એની સામે એજ ૪ વર્ષ માં વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૧૪ દરમિયાન ઠાર મારવામાં આવેલ આતંકીઓની સંખ્યાનું સરેરાશ પ્રતિ વર્ષ ૮૭ છે.

મોદી સરકાર શાસનમાં આવ્યા પછી મનમોહન સીંહની સરકાર કરતા આતંકી હુમલાઓ અને અને ભારતના જવાનોની મુત્યુ પણ વધી ગઇ છે. પોતાના દેશના જવાનોની વીર મૃત્યુ આગળની સરકાર કરતા પણ ૧૦૦% નો વધારો છે. પણ દુશ્મનને ઠાર મારવામાં રાજકારણ ન જેમ સરહદ પર પણ તેજ તલવારો ચલાવી રહ્યા છે. આગળની સરકાર કરતા મોદી સરકારે ૧૦૩.૪૫ % વધારે આતંકીઓને ઠાર કર્યા છે.જે ખરેખર સરાહનીય છે પણ આ સાથે એ વાત પર ધ્યાન જરૂર રાખવા જેવું છે કે દુશ્મન ને મારવા કરતા પોતાના જવાનોને કેમ બચાવવી શકાય.

ભારતના દરેક સૈનિકને તાલીમ આપવાથી માંડીને એમની વીર મુત્યુ પાછળ આપી રહેલ વળતરની રકમો બહુ મોટી હોઈ છે⁉️. એટલે ભારતના દરેક સૈનિક પોતાનોજીવ ગુમાવ્યા વગર સરહદ પર કઈ રીતે સુરક્ષા આપી શકે તે વાત પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે દરેક સૈનિકના પરીવારને પણ વીર મૃત્યુ પછી મોટા વળતર કરતા માણસ પોતે પોતાના પરિવારની સુરક્ષા કરે તે મહત્વનું હોય છે.

RTI એક્ટ અંતર્ગત ગુજરાતના જાણીતા એકટીવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતીમાં આ ખુલાસો થયો છે. જેમાં વર્ષ 2019 માં થયેલ પુલવામાં આતંકી હુમલો પણ શામિલ છે.