J&Kમાં સ્વતંત્રતા દિવસના પૂર્વે આંતકીઓનો પોલિસ ટીમ પર ગોળીબાર, બે શહીદ

જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતના દિવસના પૂર્વે નૈગામમાં આંતકીઓ આજે સવારે પોલિસ ટીમ આંતકી હુમલો કર્યો છે જેમાં અત્યાર સુધીમાં બે પોલિસ જવાનો શહીદ જ્યારે એક પોલિસકર્મી ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આતંકીઓએ નૌગામ બાયપાસ પર આ ઘટનાને અંજામ આપ્યો હતો અને આતંકી હુમલામાં ત્રણ પોલીસ જવાન ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બે પોલીસકર્મીનાં મોત નીપજ્યા એક પોલીસ કર્મચારીની સારવાર ચાલી રહી છે. હાલ આ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.