ભાજપની મોદી સરકારે માત્ર છ વર્ષમાં જ PSUના સંદર્ભમાં નવો ઈતિહાસ બનાવ્યો

મોદી સરકારે છ વર્ષમાં કુલ 23 PSU વેચીને 2.79 કરોડ રૂપિયા ઊભા કર્યા અને એક પણ PSU ઉભુ કરાયું નથી

ભારતની સ્થાપના થઇ ત્યારથી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં PSU એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ એટલે કે સરકારી કંપનીઓની ઇન્દિરા ગાંધીના શાસન સૌથી વધુ સ્થાપના થઇ હતી ઈન્દિરાના શાસનમાં કુલ 66 સરકારી કંપનીઓ ઊભી કરાઇ હતી. જ્યારે જવાહરલાલ નહેરુના શાસનમાં ૩૩, રાજીવ ગાંધીના સમયમાં 16, મોરારજી દેસાઇના સમયમાં 9, વી.પી.સિંઘ વડાપ્રધાન હતા ત્યારે બે, પી.વી.નરસિંહરાવના શાસનકાળમાં 14 તથા આઈ કે ગુજરાલના સમયમાં ત્રણ પીએસયુ કરાયા હતા.

જ્યારે મનમોહન સરકારમાં પણ 23 PSU બન્યા હતા. ભાજપની અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે પણ 17 સરકારી કંપનીઓની સ્થાપના થઇ હતી આશ્ચર્યની વાત એ છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં એટલે કે છેલ્લા છ વર્ષ દરમિયાન ભારતમાં એક પણ નવા PSUની સ્થાપના થઇ નથી.

આજે કોના શાસનમાં કેટલી સરકારી કંપનીઓનું વેચાણ થયું અને કેટલા રૂપિયા મેળવ્યા તે જાણવું પણ રસપ્રદ બનશે જેમાં જવાલાલ નેહરૂ, લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, વિપી સિંઘ, પી.વી.નરસિંહરાવ, તથા એચડી દેવગોડાના સ્વરમાં એક પણ સરકારી કંપનીઓનું વેચાણ થયું ન હતું. આમ છતાં નરસિંહરાવના શાસનમાં 9660 કરોડ જ્યારે આઈ કે ગુજરાલના સમયમાં 1,289 કરોડ PSU માંથી ઉભા કરાયા હતા

. આ જ રીતે અટલ બિહારી વાજપેયીના શાસનમાં સાત સરકારી કંપનીઓના વેચાણ થકી એ સમયની કેન્દ્ર સરકારે ૩૦ હજાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે મનમોહન સિંઘની સરકારે પણ દસ વર્ષના શાસનમાં 3 PSUવેચીને 1.41 લાખ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા પરંતુ નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારે ભારતના ઈતિહાસના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે અને છ વર્ષના મોદી શાસનમાં એક પણ નવું PSU સ્થાપી શકાય એવું નથી એટલું જ નહીં કુલ ૨૩ PSUવેચીને 2.79 લાખ કરોડથી વધુની રકમ એકઠી કરી લીધી છે.

આશ્ચર્યની વાત એ છે કે ભારતરત્ન ગણાતી concor, બીપીસીએલ જેવી ખૂબ જ નફાકારક કંપનીઓને પણ વેચવામાં આવી રહી છે પરંતુ ખોટ કરી રહેલી બીએસએનએલ જેવી કંપનીઓનું વેચાણ કરાતું નથી. કંઈ સરકારના કેટલો સમયના શાસન દરમિયાન કેટલા PSU વેચાયા અને કેટલા PSU બનાવાયા તેની યાદી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.