ગાંધીનગરના યુવાનનો મૃતદેહ ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર વચ્ચે અટવાયો

મોડી રાત્રે કોઈએ જાણ કરતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મૃતદેહને ગુજરાતમાં લાવવા માટેની મંજૂરી અપાવી

લોકડાઉનને પગલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ જઈ શકાતું નથી જેને કારણે ગાંધીનગરના ઉવારસદમાં રહેતા એક યુવાનનો મૃતદેહ મહારાષ્ટ્ર તથા ગુજરાતની બોર્ડરની વચ્ચે ફસાયો હતો પરંતુ કોઈએ મોડી રાત્રે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ને કોઈએ આ અંગેની જાણ કરી મદદ માગી હતી આથી મોડી રાત્રે જ પ્રદીપસિંહ જાડેજાએ રસ્તામાં રઝળી રહેલા આ મૃતદેહને તાત્કાલિક રીતે ગુજરાત લાવવાનો આદેશ આપ્યો હતો અને તુરંત જ મૃતદેહને ગુજરાતમાં લાવી શકાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે ઉવારસદ- તા.જી. ગાંધીનગર ખાતે અમારા કુળદેવી નાં મંદિરનાં પૂજારી પ્રવીણભાઈ રાવલ નાં 27 વર્ષનાં પુત્ર વિશાલ પ્રવીણભાઈ રાવલનું અકાળે મુંબઈ ખાતે કુદરતી મૃત્યુ થયું. એમનું મૃત શરીર એમ્બ્યુલન્સ માં લઈને એમનાં પત્ની અને નાની બાળકી ને ભીલાડ ચેક પોસ્ટ પર ગુજરાતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતાં.

મૃત્યુ કોરોનાથી નથી થયું એવી પરિવારજનોની વાત કોઈ માનવા તૈયાર ન હતું અનેક વિનંતીઓ છતાં ઉચ્ચ અધિકારીઓએ એમ્બ્યુલન્સને ભીલાડ ચેક પોસ્ટ પર અટકાવેલ હતી અને બપોરથી ચેક પોસ્ટ ઉપર ઉભેલ એમ્બ્યુલન્સને મોડી સાંજે મહારાષ્ટ્ર બોર્ડર પર પરત કરેલ હતી. દુઃખની વાત એ હતી કે મહારાષ્ટ્ર બોર્ડરથી પણ તેઓને પરત મહારાષ્ટ્રમાં પ્રવેશ આપવા માટે ઇન્કાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ, ગાંધીનગર તાલુકા યુવા મોરચાના કોષાધ્યક્ષ આશિક પટેલને કોઈએ ફોન કર્યો હતો આથી તેઓએ યુવા મોરચાનાં પોતાના જૂનાં મિત્ર ડૉ.નિલમ ભાઈ પટેલને જાણ કરી હતી ડો. નીલમ પટેલે વટવા પ્રભારી ભરતભાઈ (લાલભાઈ) પટેલ ને રાત્રે જ જાણ કર કરી સ્થિતિ જણાવી હતી. ઉપરાંત ડોક્ટર નીલમ અને ભરતભાઈએ મોડી રાત્રે ગૃહમંત્રીપ્રદીપસિંહ જાડેજાને વાત કરી હતી ગૃહમંત્રીએ તાત્કાલિક મદદ કરવા આશ્વાસન આપ્યું હતું ત્યારબાદ માત્ર 9 મિનિટનાં સમયમાં તમામ સૂચનાઓ ઉચ્ચ અધિકારીઓને અપાઈ ગઈ હતી અને અંતે એમ્બ્યુલન્સમાં રહેલા યુવાનના મૃતદેહને મોડી રાત્રે જ ગુજરાતમાં લગાવી દેવાયો હતો.

તેમજ યુવાન જ્યાં રહેતો હતો તેવા ગાંધીનગર નજીકના ઉવારસદ ખાતે મૃતદેહને મોકલી દેવાયો હતો

યુવાનનો મૃતદેહ ઘણી મહેનત પછી તેમના વતન ખાતે આવી જતા ગાંધીનગર તાલુકા યુવા મોરચાના બીજેપીના કોષાધ્યક્ષ આશિક પટેલે એક ટ્વીટ કરીને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ડૉ.નિલમ ભાઈ પટેલ, વટવા પ્રભારી ભરતભાઈ (લાલભાઈ) પટેલ નો આભાર માન્યો હતો.

Comments are closed.