કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી રહ્યા રાજ્ય સરકારોને જીએસટી પણ આપી શકતી નથી

બીપીસીએલ જેવી નફાકારક કંપનીઓને વેચવાનો અધિકાર લોકોએ સરકારને આપ્યો નથી

23 માર્ચે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ સાવ નિષ્ફળ ગયું છે બજેટમાં ફાળવણી કરાયેલા નાણા મુજબ નું પ્લાનિંગ થઈ શકતું નથી સમગ્ર સિસ્ટમ ચલાવવા માટે પણ કેન્દ્ર સરકાર પાસે નાણાં નથી રાજ્ય સરકારને આપણા થતાં જીએસટીના નાણાં પણ બાકી છે લોકડાઉનને પગલે જીએસટી ઇન્કમટેક્સ તથા કોર્પોરેટ ટેકસ અને એકસાઇઝ ટેક્સની આવક ઘટી ગઈ છે સરકારની આર્થિક હાલત ખુબ જ નાજુક બની ગઈ છે વેન્ટિલેટર પર મુકેલા દર્દી જેવી હાલત થઈ ગઈ છે.

આવી સ્થિતિમાં દેશ ચલાવવા માટે પણ સરકારને નાણાંની જરૂર છે માટે કેન્દ્ર સરકારે બીપીસીએલ જેવી ભારતના અને નફો કરતી કેટલીક કંપનીઓને વેચવા માટે કાઢી છે પરંતુ સોશિયલ મીડિયા પર લોકો સવાલો ઉઠાવ્યા છે કે કેન્દ્ર સરકારને આવો અધિકાર કોણે આપ્યો છે? ઉપરાંત રાજકીય પક્ષોએ પણ પોતાના ચૂંટણીના ઘોષણાપત્રમાં દેશને નહીં ચલાવી શકે તો દેશના સાર્વજનિક ઉપકરણોને વેચી દેશે તેવું જણાવ્યું ન હતું ભારતની વર્ષે 8 હજાર કરોડનો નેટ પ્રોફિટ કરતી બીપીસીએલ કંપનીને રિલાયન્સ તેવી શક્યતાઓ છે.

કેન્દ્ર સરકાર જીએસટી પેટે વિવિધ રાજયોને સાત લાખ કરોડ રૂપિયા આપે છે પરંતુ એપ્રિલથી જૂન દરમિયાન જે નાણાં આપવાના થાય તે પણ હજુ આવ્યા નથી વિવિધ ટેક્સને બાદ કરી દો તો સરકાર પાસે આવક નો કોઈ સાધન રહ્યું નથી સરકારે પ્રયત્ન પણ કર્યો નથી.

બીજી બાજુ સરકારના લક્ઝરીયસ અને મોટા ખર્ચો હજુ ચાલુ જ છે તેમાં કોઈ જ કાપ મુકાયો નથી LIC કંપની અલગ પણ પ્રથમ વખત કફોડી બની છે અને કંપનીના 36,000 કરોડ રૂપિયા ડૂબી ગયા છેકેન્દ્ર સરકારના અબજો રૂપિયાના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ના પ્રોજેક્ટ અટકી પડ્યા છે જેમાં કુલ ૧૭૦૦ જેટલા પ્રોજેક્ટોમાં 20 લાખ કરોડથી વધારેનો ખર્ચ થવાનો હતો.