સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા

નર્મદા ડેમમાં એવરેજ 70 હજાર ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 46,600 ક્યુસેક જેટલો પાણીનો આઉટફલો

આજે સવારે ૮ કલાકે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીનો ફલો સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાઇ રહ્યો છે, આજે સાંજે 4 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૫.૪૨ મીટરે નોંધાવા પામી હતી. હાલમાં ડેમના ૩૦ દરવાજા બંધ છે.

આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ૨૦૦ મેગાવોટની કેપેસીટી સાથે ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યા છે. વિજળી ઉત્પન્ન કર્યા પછી ૪૨ હજાર ક્યુસેક જેટલુ પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. આ સાથે કેનાલહેડ પાવર હાઉસનું ૧ યુનિટ ૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યુ છે અને ૪૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યો છે, તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજજર તરફથી પ્રાપ્ત થઇ છે.