ફરજ દરમિયાન મહેસૂલ ખાતાના અધિકારીઓનું મૃત્યુ થશે તો સરકાર 25 લાખ આપશે

અગાઉ પોલીસ તંત્ર માટે આવો નિર્ણય લેવાયો હતો હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો બીજો મહત્વનો નિર્ણય

કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકીને સેવા દાયિત્વથી ફરજ બજાવતા વિવિધ સરકારી સેવાના અધિકારીઓ કર્મીઓ માટે સંવેદના દર્શાવી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

વિજય રૂપાણીએ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓના kovid 19 પરની ફરજ દરમ્યાન કોરોનાને કારણે અવસાન થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરેલી છે.

હવે મુખ્ય મંત્રીએ જાહેર કર્યું છે કે રાજ્યની નગર પાલિકાઓ મહાનગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓનું આ કોરોના વાયરસનો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને 25 લાખની સહાય રાજ્ય સરકાર આપશે.

વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસ ની બીમારીથી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ 25 લાખની સહાય અપાશે.

હાલની લોકડાઉનની સ્થિતીમાં અનાજ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણની કામગીરી બજાવતા અન્નનાગરિક પુરવઠા વિભાગના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું મૃત્યુ કોરોના વાયરસના સંક્રમણથી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના સંવેદનશીલ નિર્ણયો કર્યા છે.