પ્રાથમિક શિક્ષકોનો 4200નો ગ્રેડ પે યથાવત રહેશે

ગુજરાતમા કોરોનાની મહામારી વચ્ચે પ્રાથમિક શિક્ષકો માટે મોટા સમાચાર આવ્યા છે. પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાના પરિપત્ર હાલ પુરતો કરાયો રદ્દ કરાયો છે. જેને પગલે પ્રાથમિક શિક્ષકોનો 4200નો ગ્રેડપે યથાવત રહેશે. આમ ગ્રેડ પે આંદોલનનો અંત આવ્યો છે. આ અગાઉ રાજ્યના 65 હજાર શિક્ષકોએ ગ્રેડ-પેના વિવાદના મુદ્દે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠકો યોજી હતી, પરંતુ તેમ છતાં પણ આ વિવાદનો કોઇ ઉકેલ આવી શક્યો નહોતો.

નોંધનીય છે કે, કોરોના પગલે રેલી કે આંદોલન કરી શકે નહીં તે માટે પ્રાથમિક શિક્ષકોએ ગ્રેડ પે 4200ની માંગણીને લઇને સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી છે. શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી શિક્ષણનાં કથળતા સ્તર થી ચિંતિત અને શિક્ષકોની 4200 વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં ગુરુવારે પોતાના નિવાસસ્થાને સવારે ૧૦ વાગેથી પ્રતીક ઉપવાસ શરૂ કર્યા. સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ,શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ એ પ્રતિક ઉપવાસ ને સમર્થન આપ્યું હતું.