ગુજરાત સરકાર હવે આજથી એક જ વખત કોરોના વાયરસના દર્દીઓના આંકડા આપશે

ટેસ્ટિંગની સંખ્યામાં કોઇ જ ઘટાડો કરાયો નથી રોજ ત્રણ હજાર લોકોનું ટેસ્ટીંગ ચાલુ છે રખાશે

ગુજરાતના આરોગ્ય સચિવ અને સિનિયર આઈએએસ અધિકારી ડો. જયંતિ રવિએ આજે સવારે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં જાહેર કર્યું છે કે આજથી કોરોના વાયરસના દર્દીઓના આંકડા રોજની જેમ બે વખત આપવામાં નહીં આવે પરંતુ રોજ સાંજે ૨૪ કલાકના આંકડા એક જ વખત આપવામાં આવશે દર્દીઓની સંખ્યામાં થઈ રહેલી વિસંગતતા ટાળવા માટે આવો નિર્ણય કરાયો છે.

તેઓએ વધુમાં કહ્યું કે સરકાર કોરોનાવાયરસ ના દર્દીઓના સંદર્ભમાં કોઇ જ માહિતી છુપાવવા માગતી નથી એટલું જ નહીં તેવો દાવો કર્યો કે ગુજરાતમાં જે કોઈ મૃત્યુ થયા છે તે પૈકી માંથી 60 લોકો ગંભીર બિમારીથી પિડાતા હતા એટલે કે તેમના મોત માત્ર કોરોનાવાયરસ થી જ નથી થયા આરોગ્ય વિભાગે નવા ટેસ્ટિંગ કરવાનું ઘટાડી દીધું છે એ મુજબના થયેલા આક્ષેપનો જવાબ આપતા જયંતિ રવિએ દાવો કર્યો છે કે ની સંખ્યા ઘટાડવામાં આવી નથી અને હજુ પણ રોજના ત્રણ હજાર લોકોના ટેસ્ટીંગ કરાશે.