ગુજકેટની પરીક્ષા હવે આ તારીખે લેવાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ગુજકેટની પરીક્ષા હવે 22 ઓગસ્ટે લેવાશે. જોકે, આ અગાઉ 30 જુલાઈ પરીક્ષા યોજાવાની હતી. પરંતુ રાજ્યમાં કોરોના મહામારીનો કહેર દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યો છે જેને પગલે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે એન્જીનિયરિંગ અને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા યોજવામાં આવે છે.