ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના સર્વોચ્ચ કેસ 960 અને ડિસ્ચાર્જ 1,061

ગુજરાતમાં કોરોના વાયરસ દિન- પ્રતિદિન બેકાબૂ બનીને નવા વિક્રમો સર્જી રહ્યો છે. આજે સતત છઠ્ઠા દિવસે કોરોના કેસનો આંકડો 900ને પાર કર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા સૌથી વધુ 960 કેસો નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 47 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 47,516 પર પહોંચી ગયો છે જ્યારે 19 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,127ને આંબી ગયો છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1061 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 34,005 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 11,344 થઈ જે પૈકી 11,269 સ્થિર અને 75 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાથી સ્થિતિ કથળી રહી છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોના 268 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના199 કેસો નોંધાયા જ્યારે 4 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.