ગુજરાતમાં કોરોના વાયરસના આજે સૌથી વધુ કેસ 1159, 22ના મોત

ગુજરાત સહિત સમગ્ર દેશ અનલોક-3 તરફ વધી રહ્યો છે બીજી બાજુ રાજ્યમાં કોરોના વાયરસ દિન- પ્રતિદિન બેકાબૂ બનીને નવા વિક્રમો સર્જી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,159 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 60 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 60,285 પર પહોંચી ગયો છે જ્યારે 22 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,418ને આંબી ગયો છે. જોકે, ચિંતાની વાત એ છે કે કુલ 60,285 જે પૈકી 27,642 કેસ અનલોક-2ના 30 દિવસમાં નોંધાયા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 879 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 44,074 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 13,793 થઈ જે પૈકી 13,709 સ્થિર અને 84 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાથી સ્થિતિ કથળી રહી છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોના 271 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 157 કેસો નોંધાયા જ્યારે 5 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.