IPLની શરૂઆત UAEમાં આ તારીખથી થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ટૂર્નામેન્ટની શરૂઆત યુનાઈટેડ આરબ અમિરાત (UAE)માં રમાશે. જે અંગેની સત્તાવાર જાહેરાત આજે IPLના ચેરમેન બ્રિજેશ પટેલે કરી છે. IPLની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે જ્યારે ફાઈનલ મેચ 8 નવેમ્બરે રમાશે.

નોંધનીય છે કે વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડકપ આઈસીસીએ રદ્દ કરવાનો નિર્ણય કરતા IPLની ટૂર્નામેન્ટ યોજવાનો માર્ગ મોકળો બની ગયો હતો.