દિલ્હીમાં કેજરીવાલ સરકારે વધુ એક વર્ષ માટે પાન-ગુટખાના વેચાણ પર પ્રતિબંધ

રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પાન, મસાલાની બનાવટ, ગુટખા વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી વધારી દીધો છે.

નોંધનીય છે કે દિલ્હીમાં છેલ્લા 4 વર્ષથી પાન મસાલા પર પ્રતિબંધ છે. ખાદ્ય સુરક્ષા વિભાગે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું છે, તેના આધારે એક વર્ષ માટે ગુટખા, પાન મસાલા, તમાકુ કે અન્ય રૂપમાં તમાકુના ઉત્પાદનના નિર્માણ, સ્ટોરેજ કે વિતરણ પ્રતિબંધિત રહેશે.