ભારતમાં લૉકડાઉનની સારી અસર થઈ છે, અમેરિકાની વિખ્યાત સમાચાર સંસ્થા CNNનો અહેવાલ

જાણો, CNN તેનાં રિપોર્ટમાં શું કહે છે

ભારતમાં લોકડાઉનની સકારાત્મક અસરસીએનએને રિસર્ચ કરીને થોડીક આંકડાકીય માહિતીઓ રજૂ કરી છે. જેમાં ભારતમાં પ્રતિ મિલિયન એટલે કે 10 લાખની વ્યક્તિએ મૃત્યુદર 0.76નો છે જ્યારે અમેરિકામાં તે 175નો છે.

આમ થવા પાછળનું સૌથી મોટુ કારણ હોય તો તે છે ભારતમાં લોકડાઉનનો તબક્કો.દેશમાં કોરોનાની સ્થિતિ જોતા મોદી સરકારે લોકડાઉનનો બીજો તબક્કો લાગુ કરવામાં જરા પણ વાર કરી નહી અને 3 મે સુધી લોકડાઉન લંબાવી દીધુ.

પીએમ મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે ‘જાન હૈ તો જહાન હૈ’..પીએમ મોદીએ કહ્યું હતું કે ‘દેશના પ્રત્યેક નાગરિકોના જીવની રક્ષા કરવી એ સરકારની પ્રથમ પ્રાથમિક્તા છે.’

ઈટલી અને બ્રિટન સાથે લોકડાઉનની કમ્પેરીઝન કરીએ તો ખ્યાલ આવે કે ભારતે સ્થિતિની ગંભીરતાને ખુબ પહેલાથી જ પારખી લીધી. ઈટલીમાં જ્યારે 9,200 કોરોનાના પોઝિટીવ કેસો થયા ત્યારે લોકડાઉનની જાહેરાત કરાઈ, બ્રિટનમાં 6,700 કેસ થયા ત્યારે લોકડાઉન લાગુ થયુ જ્યારે ભારતમાં 519 પોઝિટીવ કેસો થયા ત્યારથી જ લોકડાઉન જાહેર કરી દીધુ.

ભારતે કોરોના સામે ન માત્ર લોકડાઉનનું શસ્ત્ર અજમાવ્યું પરંતુ પાણી પહેલા જ પાળ બાધતા 11 માર્ચથી તમામ પ્રકારના વિઝા સ્થગિત કરી દીધા અને તે સમયે કોરોના સંક્રમિત દેશોમાંથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ આપ્યો.

22 માર્ચથી ભારતે તમામ પ્રકારની હવાઈ સેવાઓ પણ બંધ કરી. જ્યારે ભારતની સરખામણીએ અમેરિકાએ માત્ર ચીન, ઈરાન, અને કેટલાક યુરોપિયન દેશોમાંથી આવતા વિદેશી પ્રવાસીઓ પર જ પ્રતિબંધ મુક્યો.

WHOના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર માઈક રાયનનું કહેવું છે કે પ્રત્યેક 1 પોઝિટીવ કેસની સામે 10 નેગેટીવ કેસ નોંધાય તે સારો બેન્ચમાર્ક કહેવાય. ભારતમાં કુલ ટેસ્ટમાંથી 4 ટકા પોઝિટીવ છે જે ખૂબ જ સારો બેન્ચમાર્ક કહી શકાય. જેની સામે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર અમેરિકામાં આ રેટ 17 ટકા અને બ્રિટનમાં 21 ટકા છે.

બીજી એક મહત્વની બાબત એ સામે આવી છે કે ભારતમાં નોંધાયેલા કોરોનાની કુલ દર્દીઓમાંથી 3 ટકા દર્દીઓના મોત થયા જેની સામે ઈટલી, બ્રિટન અને ફાન્સમાં 13 ટકાથી પણ વધુ લોકોના મોત થયા છે. વિદેશી મીડિયા એજન્સીઓએ પણ માન્યું છે કે ભારતમાં લોકડાઉનના કારણે કોરોનાનું સંકટ વિકરાળ બન્યું નથી.