ત્રીજી મેના રોજ લોકડાઉન લંબાવાશે આમ છતાં દેશના વિવિધ બજારો 50 ટકાથી વધારે ખુલી જશે

પ્રથમ લોકડાઉન બાદ આંશિક છૂટછાટ મળશે તે સમાચાર સૌપ્રથમ અમારી વેબસાઇટ જ બ્રેક કર્યા હતા. કોરોના વાયરસને કંટ્રોલમાં રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત લોકડાઉન વધારવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જે મુજબ ૩જી મે સુધી આ લોકડાઉન ચાલુ રહેવાનું છે એટલે કે બે તબક્કામાં કુલ ૪૦ દિવસ નું લોકડાઉન હાલમાં ચાલી રહ્યું છે. હવે ત્રીજી મેના રોજ વડાપ્રધાન લોકડાઉન ચાલુ રાખશે કે આગળ વધારશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.

ટોચના રાજકીય સૂત્રો જણાવે છે કે ભારતમાં પણ ઘણા રાજ્યોમાં ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો છે એટલું જ નહીં દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે આથી ખાસ કરીને જ્યાં ભાજપની સત્તા નથી તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન હજુ વધારવા માટેની જ માગણી ચાલુ રાખી છે.બીજી બાજુ લોકડાઉનને પગલે દેશનું અર્થતંત્ર અત્યંત કફોડી હાલતમાં છે.

દેશના જીડીપીમાં પણ ગંભીર ઘટાડો થવાનો છે એવી વાત રિઝર્વ બેંકે તેમજ વિવિધ રેટિંગ એજન્સીઓ એ કરેલી છે. આથી કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે શક્ય એટલું વહેલું લોકડાઉન ખોલી શકાય તો સારી બાબત છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭મી એપ્રિલે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરેલી વિડીયો કોન્ફરન્સમાં તમામના અભિપ્રાય જાણ્યા હતા. જોકે મોદીએ કહ્યું હતું કે તમારા જે વિસ્તારો યલો જોનમાં છે તેને ગ્રિન જોનમાં લાવવાનો પ્રયત્ન કરો.

જે વિસ્તાર હોટસ્પોટ છે અને રેડ જોનમાં આવે છે તેવા વિસ્તારોમાં કોઈ જાતની છૂટછાટ અપાશે નહીં એવું નક્કી થયું છે.

ઘણા મુખ્યમંત્રીઓએ અને કેન્દ્રના મંત્રીઓ તેમજ નેતાઓએ પણ વડાપ્રધાન સમક્ષ એવી રજૂઆત કરી છે કે લોકોના જીવ બચાવવા ખૂબ જ જરૂરી છે પરંતુ સાથોસાથ દેશના અર્થતંત્રને ધબકતું રાખવાનું પણ એટલું જ જરૂરી છે

જાણકારો કહે છે કે વડાપ્રધાને તેમની આ વાતને ગંભીરતાથી લીધી છે ત્રીજી મેના રોજ લોકડાઉનને ચોક્કસથી આગળ વધારવાની જાહેરાત કરાશે.

પરંતુ સાથોસાથ અનેક પ્રકારની ઘણી બધી છૂટછાટ પણ આપવામાં આવશે જેને લઇને નોકરી-ધંધા અને ઉદ્યોગો ફરીથી ચાલુ થઈ શકે માત્ર જે વિસ્તારોમાં કોરોનાવાયરસ ના વધુ દર્દીઓ છે અને જ્યાં વધુ મોત થયા છે તેવા વિસ્તારોને બાદ કરીને બાકીના જિલ્લાઓમાં કે વિસ્તારોમાં લોકડાઉનની અંદર 3જી મે પછી મોટા પ્રમાણમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવશે એ પણ નક્કી જ છે.

અત્રે નોંધનીય છે કે ૧૨મી એપ્રિલના રોજ અમારી વેબસાઇટે લખ્યું હતું કે પ્રથમ લોકડાઉનપૂર્ણ થયા બાદ આશિક છૂટછાટો અપાશે અને એ વાત પણ એટલી જ સાચી પડી હતી હવે બીજા લોકડાઉનપછી વધુ છૂટછાટ મળશે એવી વાત અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી છે.