ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 105 પહોંચી કુલ નવના મોત

ગઇકાલ મોડીરાતથી આજે સવાર સુધીમાં જ નવા વધુ સાત કેસ ઉમેરાયા

ગુજરાતમાં પણ હવે ખતરનાક બની ગયેલો કોરોના વાયરસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ગઇકાલ મોડી રાતથી વહેલી સવાર સુધીમાં ગુજરાતમાં વધુ નવા સાત કેસનો ઉમેરો થયો છે. જ્યારે અમદાવાદમાં 67 વર્ષની એક વૃદ્ધાનું મૃત્યુ થયું છે જેને લઈને ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચી ગયો છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 105 પર પહોંચી છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે ગાંધીનગરમાં કોરોનાવાયરસના સંદર્ભમાં મીડિયા સમક્ષ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે કુલ 105 પૈકી માંથી 84 દિવસ ટેબલ થયા છે જ્યારે ૧૧ને રજા આપવામાં આવી છે આગામી દિવસોમાં કોરોના વાયરસની સંખ્યામાં વધારો થવાની થોડીક સંભાવના છે જેને લઇને રાજ્યભરમાં 1000 વ્યવસ્થા કરવામાં આવી છે.