ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો

સમ્રગ એશિયામાં એકમાત્ર ગુજરાતમાં એશિયાટીક સિંહો વસવાટ કરે છે અને તેની સંખ્યામાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અંગે ટ્વીટ કરીને જાણકારી અને ટ્વીટમાં લખ્યું કે ખૂબ સારા સમાચાર છે કે ગુજરાતના ગીર જંગલમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે.

ગીરના જંગલમાં સિંહોની વસ્તી 2020માં 674 થઈ જે ગત 2015માં સિંહોની સંખ્યા 523 હતી જેને પગલે પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 151નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.