રાજસ્થાન હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીથી દર્દીનો ભોગ લીધો

એક બાજુ અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યાં બીજી બાજુ હોસ્પિટલના સ્ટાફની નફ્ફટાઈ વધી રહી છે. અમદાવાદના દરિયાપુરમાં રહેતા હરીશચંદ્ર કડીયાને 20 દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસવીપી હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ત્યાં દર્દીઓ ફૂલ હોવાથી તેમને લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન દર્દી હરીશચંદ્ર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. જોકે, દર્દીને શ્વાસની તકલીફ હોવાથી હોસ્પિટલમાં વેન્ટિલેટર ન હોવાથી ડોકટરે તેમના પરિવારજનોને અન્ય હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.

જેને પગલે તેમના પરિવારે દર્દીને શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં હોસ્પિટલના હાજર સ્ટાફે ચાવી ગુમ થઈ ગયા હોવાનું કહીને 45 મિનિટ સુધી દરવાજો ખોલ્યો નહોતો અંતે દર્દીએ હોસ્પિટલના ગેટ પર જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના અંગે પૌત્રએ જણાવ્યું કે, મારા દાદાનું મૃત્યુ રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી થયું છે.