રાજસ્થાનની સરકારે બે મહિનાના નાગરિકોના વીજળી-પાણીના બિલ માફ કર્યા

પોલીસની સરકારમાંથી રૂપાણી સરકાર ક્યારેય અનુકરણ કરશે?

કોરોના વાઇરસની મહામારીને કારણે ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે નોકરી ધંધા અને રોજગાર સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે અને બે ટંકનું ભોજન કઈ રીતે ખાવું તેના ફાફા થઈ ગયા છે.

આવી સ્થિતિમાં ગુજરાતના પાડોશી રાજ્યો અને જ્યાં કોંગ્રેસની સરકાર છે તેવા મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તેઓએ નાગરિકોના માર્ચ અને એપ્રિલ મહિનાના લાઈટ તેમજ પાણીના બિલ માફ કરવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પર અશોક ગેહલોતના ફોટા સાથે આ મેસેજ ગુજરાતભરમાં વાઇરલ થયા છે જેમાં લોકો એવો પ્રશ્ન પુછી રહ્યા છે કે ગુજરાતની રૂપાણી સરકાર તો ઉપરથી જે સૂચના આવે તે મુજબનો જ નિર્ણય કરે છે. પરંતુ આ વખતે રૂપાણી સરકારે અશોક ગેહલોતની સરકારનો અનુકરણ કરવું જોઇએ અને દિલ્હીના નેતાઓને પૂછ્યા વગર ગુજરાતની જનતાનું ભલું કરવા માટે આવી સરસ જાહેરાત કરી દેવી જોઇએ.