CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળની બીજી કેબિનેટ બેઠક સંપૂર્ણ

અનલૉક-1 અંતર્ગત 1 જૂનથી સરકારી કચેરીઓ અને મંત્રીઓની કચેરીઓમાં કાર્યારંભ ફરી પૂર્વવત થયા બાદ આજે બુધવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બીજી કેબિનેટ બેઠક સંપૂર્ણ જે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન સાથે નમૅદા હોલ- સ્વર્ણિમ સંકુલ,ગાંધીનગર ખાતે મળી હતી.

આ અગાઉ લોક ડાઉનના સમય દરમ્યાન પણ પ્રજા હિતના નિર્ણયો અને જનકલ્યાણ કામો તેમજ આરોગ્ય વિષયક બાબતો સહિતના કામકાજ માટે મંત્રી મંડળની 6 બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જેમાં મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી ગાંધીનગરથી અને અન્ય મંત્રી ઓ પોતાના જિલ્લાની કલેકટર કચેરીઓથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટમાં જોડાયા હતા
. આજે મંત્રી મંડળની બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત સૌ મંત્રીઓ પ્રત્યક્ષ આ કેબિનેટ બેઠકમાં સહભાગી થયા છે.