પુરીમાં જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો

દેશભરમાં વૈશ્વિક કોરોના મહામારીનો કેર યથાવત છે. આ સ્થિતિ વચ્ચે દર વર્ષે ઓડીશાના પુરીમાં અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા અને તેની સાથે સંકળાયેલ તમામ પ્રવૃતિ પર સુપ્રીમ કોર્ટે આજે પ્રતિબંધ મૂક્યો છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ એસ.એ બોબડે, જસ્ટિસ દિનેશ માહેશ્વીર અને એ.એસ બોપન્નાની બેન્ચે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરતા કહ્યું કે જાહેર સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષાને પગલે આ વર્ષે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની નિકાળવા માટે અનુમતિ મળશે નહીં.

તેમજ મુખ્ય ન્યાયધીશ કહ્યું કે જો અમે મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ કરશે નહીં. લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે.

બીજી તરફ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જોતા રથયાત્રા કેન્સલ થઈ શકે છે.