સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135 મીટરના ઐતિહાસિક સ્તરે પહોંચી

ગુજરાત સરકારની ઇચ્છા આ વખતે નર્મદા ડેમને તેની સર્વોચ્ચ સપાટી એટલે 138 મીટર સુધી ભરવાની છે

દક્ષિણ ગુજરાતના રાજપીપળા ખાતે આવેલો નર્મદા ડેમએ સમગ્ર ગુજરાતની જીવાદોરી ગણાય છે. આજે સવારે સરદાર સરોવર ડેમની પાણીની સપાટી 135 મીટર થઈ ગઈ છે હજુ પણ ઉપરવાસમાંથી 3,57,730 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી છે આવી રીતે રહેશે તો આગામી દિવસોમાં સરદાર સરોવર ડેમ અને ૧૩૮ મીટર સુધી પહોંચવામાં વાર નહીં લાગે અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમ ની સર્વોચ્ચ સપાટી પણ 138 મીટરની જ છે અને ગુજરાત સરકારની ઈચ્છા આ વર્ષે સરદાર ડેમને તેની સર્વોચ્ચ સપાટી સુધી ભરવાની છે.

નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ આજ સુધીમાં ક્યારેય પણ ડેમની સર્વોચ્ચ સપાટી સુધી પાણી ભરવામાં આવ્યું નથી. આજે જે સપાટી છે તે પણ કદાચ પ્રથમ વખતે જ મહત્તમ સપાટી સુધી પાણી આવ્યું છે. સલામતીના કારણોસર સરકાર દ્વારા ઉપરવાસમાંથી જે પાણી આવે છે તેમાંથી કેટલું પાણી હજુ પણ નદીમાં છોડી દેવામાં આવે છે ઉપરાંત ગેટ દ્રારા અને પાવરહાઉસ દ્રારા નદીમાં પાણીની જાવક – 1,00,943 ક્યુસેક છે જ્યારેકેનાલમાં પાણીની જાવક 13,067 ક્યુસેક છે અનેકુલ પાણીની જાવક( ગેટ+પાવરહાઉસ+કેનાલ) – 1,14,007 ક્યુસેક છે. હાલ 10 દરવાજા 0.85 મીટર સુધી ખોલાયા છે. તેમજ નર્મદા ડેમમાં પાણીનોલાઈવ સ્ટોરેજ – 4598.60 ક્યુસેક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાં આટલો પાણીનો વિશાળ જથ્થો આવી બે હોવાથી હવે ગુજરાતના લોકોને ઓછામાં ઓછા બે વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે તેમજ ખેડૂતોને પણ ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પણ ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ રહેવાનું હોવાથી નર્મદા બંધ ઓવરફ્લો થતો રહેશે.