અમેરિકા ચીન પાસેથી 12 લાખ કરોડ રૂપિયા વસૂલશે

સમ્રગ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી સૌથી વધુ નુકસાન વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકાને થયુ છે. કોરોના કારણે અમેરિકાને મોટું આર્થિક નુકસાન સહિત જાનહાની પણ થઈ છે. સમ્રગ વિશ્વ કરતા અમેરિકામાં કોરોના કારણે મૃત્યુઆંક 60 હજારને આંબી જવા આવ્યો છે. તેમજ સંક્રમિતોની સંખ્યા 10 લાખ સુધી પોંહચી ગઈ છે.

જેને પગલે અમેરિકાના પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું કે કોરોના વાયરસ ફેલાવવા માટે ચીન જવાબદાર છે. જેથી અમેરિકાને જે પણ નુકસાન થયું છે તેની વસૂલાત અમે ચીન પાસેથી કરીશું.

આ અગાઉ પણ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સહિત જાપાન અને અન્ય દેશોના વડા પણ કોરોના વાયરસ ફેલાવવા માટે માત્ર ચીન જ જવાબદાર છે તેમ કહી ચૂક્યા છે. તેમજ કોરોના વાયરસ ચીના વુહાન શહેરની લેબોરેટરીમાંથી કોરોના વાયરસ પેદા કરાયો હોવાની વાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા બે દિવસથી ચીનની વિરૂદ્ધ નિવેદનથી વૈશ્વિક ટેન્શન પણ વધી રહ્યું છે. હવે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું છે ચીન શું અમેરિકાને પૈસા આપશે? અને નહીં આપે તો અમેરિકા શું અટેક કરશે?