અમદાવાદમાં કોરોનાના ગઈકાલે 973 દર્દી હતા?

અમદાવાદમાં ગઈકાલે આરોગ્ય વિભાગે જાહેર કરેલ 264 દર્દીઓનો આંકડો સાચો છે કે ખરેખર 973 દર્દીઓ હતા, તે બાબતે ઉગ્ર વિવાદ શરૂ થયો છે. આગળના દિવસે કુલ દર્દી 7171 અમદાવાદમાં બતાવ્યા હતા, તે બીજા દિવસે ગઈકાલે 8144 બતાવ્યા છે. જો 264 દર્દી જ હોય તો 7171માં 264 ઉમેરીએતો કુલઆંક 7435 થવા જોઈએ, જ્યારે કુલ દર્દીનો આંક બતાવ્યો છે 8144, તો પછી 709 કુલ ટોટલમાં વધી કેમના ગયા? આ બાબતનો જવાબ કોઈની પાસે નથી. ખુલ્લા પડી જવાના ડરથી મ્યુનિ. કોર્પોરેશન દ્રારા દર્દીઓની વિસ્તારવાર થતી જાહેર થતી યાદી જ ચાલાકીપૂર્વક છૂપાવી દીધી, જાહેર જ ના કરી.

કોરોનાને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી સરકાર હવે દર્દી અને દર્દીઓના થતાં મૃત્યુના આંકડા સાથે રમત રમી રહી છે. રોગચાળાના આંકડા છૂપાવવાથી રોગચાળો અટકતો નથી પણ તેના આગળ જતાં ઘણો ગંભીર પરિણામો આવતા હોય છે, તેવી સરળ બાબત પણ સરકાર સમજવા તૈયર હોય તેમ લાગતું નથી.