આજે ફાધર્સ ડે છે જે નિમિત્તે સોશિયલ મીડિયા પર લોકો જાત જાતના મેસેજ અને ફોટાઓ એક બીજાને મોકલી રહ્યા છે.
જેમાં એક ફોટાએ ધૂમ મચાવી છે આ ફોટામાં પિતા સુતા છે અને બે પગ તથા બે હાથ ઊંચા કરીને પોતાની પત્ની તથા બાળકને હવામા સપોર્ટ આપીને લહેરાવી રહ્યા છે જેમાં બાળકની નજર પોતાની માતા તરફ છે જેથી લોકો એવું કહે છે કે આ તસવીર એવો મેસેજ આપી રહી છે કે પિતા ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ બાળકની નજર હંમેશા માતાના સ્નેહ તરફ જ જતી હોય છે.
