ગુજરાતના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ; PM તથા અમિત શાહે શુભેચ્છાઓ પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના તમામ મંત્રીઓ તથા શુભેચ્છકોનો શુભેચ્છાઓનો વરસાદ

ગુજરાતના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રદિપસિંહને શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતના તમામ મંત્રીઓ અને બાપુના શુભેચ્છકોએ શુભેચ્છાઓ આપી છે મોટાભાગના લોકોએ બાપુ ખૂબ જ તંદુરસ્ત રહે અને રાજકીય કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી છે.

ગઈ કાલે મોડી રાત્રે 11 વાગ્યા પછીથી ટેલીફોન પર બાપુને શુભેચ્છા મળવાની શરૂઆત થઇ ગઇ હતી બાપુના કેટલાક સમર્થકોએ તો એવી શુભેચ્છા પણ પાઠવી છે કે આગામી સમયમાં તેઓ મુખ્યમંત્રી બને પ્રદિપસિંહ જાડેજા એક એવા ક્ષત્રિય નેતા છે તે જેઓ ક્યારેય કોઈ પણ વિવાદમાં આવ્યા નથી તેમની ઈમેજ પણ ખૂબ જ સ્વચ્છ છે નાના-મોટા કાર્યકરો હોય કે સામાન્ય નાગરિકો હોય તેઓ તમામના કામ કરી આપે છે.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુણ-2 પણ તેમની ઓફિસ હોય કે વસ્ત્રાલની ઓફિસ હોઈ, લોકોની ભીડ હોય છે બાપુની ખાસિયત એ છે કે તેઓ તમામ લોકોને ખુબ જ શાંતિથી સાંભળે છે તેમજ પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે તેઓ લોકોને ક્યારેય ખોટી માહિતી આપતા નથી કે ગેરમાર્ગે પણ દોરતા નથી. દિલ્હી ભાજપ હાઈ કમાન્ડેની ખુબજ નજીક હોવા છતાં તેઓ જમીન પર ચાલનારા નેતા છે તેઓ વિધાનસભા સત્ર ચાલુ હોય ત્યારે પણ વિરોધ પક્ષ કોંગ્રેસ પર પ્રહાર કરવામાં સૌથી વધુ લડાયકતા દર્શાવે છે વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ જ્યારે સરકારને ભીંસમાં લેતો હોય છે એવા સમયે પ્રદિપસિંહ જાડેજા હંમેશા વિપક્ષ ઉપર આકરા પ્રહારો કરીને સરકારના બચાવે છે.