આજના લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • બિહારના 12 જિલ્લા પૂરથી પ્રભાવિત, 38 લાખ લોકો પૂરથી પ્રભાવિત, કુલ 3 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા, NDRF-SDRFની 26 ટીમ દ્વારા રાહત-બચાવ, સીએમ નીતિશ કુમારે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિની જાણકારી મેળવી
  • દિલ્હીના CMએ કહ્યું: દિલ્હીમાં ડિઝલ પરનો VAT ઘટવાથી ડિઝલ `8.36 લિટર સસ્તુ થશે
  • કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ફરી એકવાર PM મોદી પર કર્યા પ્રહાર, PM મોદી દેશને બરબાદ કરી રહ્યાં છે, નોટબંધી, GSTના નિર્ણયોથી દેશને નુકસાન, કોરોનાના મહામારીમાં દેશની દુર્દશા, અર્થવ્યવસ્થા અને રોજગારો પડી ભાંગ્યા છેઃ રાહુલ ગાંધી
  • અમેરિકામાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 1267 લોકોના મોત, જ્યારે અત્યાર સુધી 1.50 લાખથી વધુએ જીવ ગુમાવ્યો
  • અમદાવાદ શહેરમાં નકલી દવા અને ઉત્પાદનો ચરમસીમાએ, દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપ, આશીર્વાદ લોટ અને ફેમ કંપનીના એન્ટી સીરપના ડ્યુપ્લિકેટ પેકીંગ ઝડપાયા, ડેટોલ અને ફેમ કંપની ના ડ્યુપ્લિકેટ લેબલ વાળી ખાલી બોટલ ઝડપાઇ, દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
  • અમદાવાદ રામોલમાં રીક્ષા ચાલકની ચપ્પુની અણીએ લૂંટ, 4 શખ્સોએ એક સાથે આવીને રીક્ષા ચાલકને છરી બતાવીને રોકડા, મોબાઈલ અને રીક્ષાની કરી લૂંટ, રામોલ પોલીસે તપાસ હાથ ધરી.
  • સુરત વરાછા B ઝોનમાં સંક્રમણ ઘટતા ક્લસ્ટર મુક્તિ આપવામાં આવી, 49,877 ઘરોમાં રહેતા 2 લાખ 17 હજાર 499 લોકો ક્લસ્ટર મુક્ત, 215 થી વધુ સોસાયટી.ક્લસ્ટર મુક્ત કરવામાં આવી.
  • સુરત કોરોનાની સાથે ડેન્ગ્યુએ પણ માથું ઉચકયું, વરાછા ત્રિકમનગર હેપ્પી બંગલોમાં રહેતા વિરલ રમેશ ભાઈ કોરાટનું મોત, ખાનગી ડોક્ટર પાસે રિપોર્ટ કઢાવતા ડેન્ગ્યુ હોવાનું બહાર આવ્યું હતું, છેલ્લા 2 દિવસથી હાલત નાજુક હતી
  • ભરૂચ નર્મદા નદી ખાતે દશામાંનું વિસર્જન કરવા લોકો ઉમટ્યા કલેકટરના અનુરોધને કેટલાક લોકોએ અવગણ્યા, કોરોના મહામારીને લઈ ઘર આંગણે અથવા સોસાયટીમાં કુંડ બનાવી વિસર્જન અંગે કલેકટરે લોકોનેને કર્યું હતું સુચન
  • મંગળ ગ્રહ પર જીવનની તલાશ માટે નાસાનું વધુ એક મિશન, મંગળ ગ્રહ પર પર્સેવરન્સ રોવર અને ઇન્જેન્યુટી હિલિકોપ્ટર મોકલાશે, આજે ભારતીય સમય અનુસાર 5:20 કલાકે મિશનનું લોન્ચિંગ, 600થી વધુ દિવસ મંગળ ગ્રહ પર વિતાવશે , 50 કરોડ કિલોમિટરનું અંતર કાપી ફેબ્રુઆરી, 2021 મંગળ પર પહોંચશે