બ્રેકિંગ: અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ 8 દર્દીના કરૂણ મોત

આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી આગ બુજાવનારા ફાયર બ્રિગેડના 40 જવાનોને ક્વોરન્ટાઈન કરાશે

અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં આવેલી ખાનગી શ્રેય હોસ્પિટલમાં આજે પરોઢીયે એક ભીષણ આગ ફાટી નીકળતા કોરોના વાયરસના 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. હોસ્પિટલના આઈસીયુ યુનિટમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે. હોસ્પિટલના ચોથા માળે લાગેલી આગમાં પાંચ પુરુષ દર્દી અને ત્રણ મહિલા દર્દીના મૃત્યુ નિપજયા છે આ હોસ્પિટલમાં 49 દર્દીઓ સારવાર હેઠળ છે બાકી રહેલા તમામ 41 દર્દીઓને કોર્પોરેશનની એસવીપી હોસ્પીટલમાં દાખલ કર્યા છે.

આગની ઘટનાને પગલે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે તેમને ખૂબ જ દુઃખ થયું છે આગની ઘટના કારણોની તપાસ કરવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે જે દસ દિવસમાં તપાસ કરીને રિપોર્ટ આપશે ત્યારબાદ જવાબદાર સામે પગલાં લેવાશે.

મૃતકોમાં અરવિંદભાઈ ભાવસાર, મનુભાઈ રામી, આરીફ મનસુરી, લીલાવતીબેન શાહ,જ્યોતિબેન સિંધી, નવવીનલાલ શાહ, નરેન્દ્ર ભાઈ શાહનો સમાવેશ થાય છે