લોકડાઉન વચ્ચે પણ રેલવેની બે ટ્રેનો દોડશે

મેડિકલ ઇક્વિપમેન્ટ તથા જીવન જરૂરી સામગ્રી ખૂટી જવાથી નવો જથ્થો લાવવા માટે નિર્ણય કરાયો

કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં નાના પાર્સલોમાં તબીબી પુરવઠો, તબીબી સાધનો, ખાદ્ય ચીજો વગેરે જેવી આવશ્યક ચીજોની સપ્લાય માટે પશ્ચિમ રેલવે દ્વારા 13 એપ્રિલના રોજ રાજકોટ-કોઈમ્બતુર અને 16 એપ્રિલે કોઈમ્બતુર-રાજકોટ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 00926 રાજકોટ-કોઈમ્બતુર પાર્સલ સ્પેશિયલ ટ્રેન 13 એપ્રિલ, 2020 ના રોજ સાંજે 17.30 વાગ્યે ઉપડીને એજ દિવસે રાત્રે 21.30 વાગ્યે અમદાવાદ અને ત્રીજા દિવસે બપોરે 12.30 વાગ્યે કોઈમ્બતુરથી પહોંચશે.

આવી જ રીતે ટ્રેન નંબર 00927 કોઈમ્બતુર-રાજકોટ પાર્સલ સ્પેશિયલ ટ્રેન 16 એપ્રિલ, 2020 ના રોજ સવારે 05.00 વાગ્યે ઉપડીને ત્રીજા દિવસે સાંજે 19.45 વાગે અમદાવાદ તથા રાત્રે 23.45 વાગ્યે રોજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વસઈ રોડ, પનવેલ, પુના, દૌંડ, સોલાપુર, વાડી, સિકંદરાબાદ, કૃષ્ણપુરમ, સેલમ, કોઈમ્બતુર સ્ટેશનો પર રોકાશે.

રોજકોટ થી ચાલવાવાળી ટ્રેન નં . 00926 રાજકોટ – કોઈમ્બતુર પાર્સલ સ્પેશિયલ ટ્રેન પણ સુરેન્દ્રનગર સ્ટેશન પર રોકાશે.આ સંદર્ભમાં અન્ય કોઇ પ્રશ્નો અથવા જરૂરી સહાય માટે, વેપારીઓ નીચે મુજબ પશ્ચિમ રેલ્વેના સંબંધિત વિભાગીય અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.

શ્રી રાકેશ પુરોહિત, રાજકોટ- 09424097952

શ્રી અતુલ ત્રિપાઠી, અમદાવાદ- 09724093954

કુ નીલમ, વડોદરા,- 09724091952

કુ અનિતા, મુંબઇ સેન્ટ્રલ – 09004499958