કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આખરે AIIMSમાંથી રજા અપાઈ; સમર્થકોની પ્રાર્થના ફળી

અમિત શાહ સંપૂર્ણ સાજા થઈને ઘરે આવી ગયા હવે ફરીથી રાજકીય રીતે સક્રિય થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને દિલ્હીની એઇમ્સમાંથી આજે સવારે રજા આપવામાં આવી છે. આ અગાઉ તેઓને કોરોનાનું સંક્રમણ લાગતા સૌ પ્રથમ તેઓ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાંથી રજા અપાયા બાદ થોડા દિવસમાં જ તેમને સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઈ હતી આથી દિલ્હીની એમ્સમાં દાખલ કરાયા હતા આજે સવારે તેમને ડિસ્ચાર્જ કરાયા છે. હોસ્પિટલે એક દિવસ પહેલા નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, ગૃહમંત્રી ઠીક થઈ ચુક્યા છે આશરે 12 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી.

2 ઓગસ્ટના રોજ ગૃહ મંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વાતની તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જે બાદ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શાહે કહ્યું હતું, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું. જે લોકોએ મારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવીને મારો તથા મારા પરિવારને હિંમત આપી તે બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અમિત શાહ હોસ્પિટલ માંથી સાજા થઈને ઘરે આવી જાય તે માટે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તેમના સમર્થકોએ મંદિરોમાં જઈ ખાસ પૂજા પાઠ અને અર્ચના કરી હતી કેટલાક સમર્થકોએ હવન પણ કર્યા હતા.