અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી

ગઈકાલે વરસાદ પડ્યા બાદ અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ

ગુજરાતમાં આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે ઉપરાંત સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે .

ગઈકાલે દિવસ દરમિયાન અમદાવાદમાં આકાશ ગોરંભાયેલું રહ્યું હતું અને ઢળતી સાંજ બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ મોટું ઝાપટું પણ પડયું હતું પરંતુ જે રીતનો નો માહોલ સર્જાયો હતો તેવો વરસાદ પડયો ન હતો. આજે સવારથી પણ અમદાવાદમાં વરસાદી માહોલ ઉભો થયો છે અને ઝરમર વરસાદ પણ સંભવ છે જોકે સુસવાટા ભર્યા પવન હોવાને કારણે વરસાદ પડતો નથી પરંતુ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા છે જેથી અમદાવાદમાં પણ ગમે ત્યારે ભારે વરસાદ પડશે.

છેલ્લા અઠવાડિયા દરમિયાન રોજ ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાને કારણે ભારે ઉકળાટ માંથી લોકોને આંશિક રીતે રાહત મળી છે ચોમાસાની સીઝનને હવે માં એક મહિનો બાકી છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી અમદાવાદમાં માંડ ૬૦ ટકા જેટલો વરસાદ પડ્યો છે.