અનલોક- 2: રાજ્યમાં આવતીકાલથી દુકાનો 8, હોટલો 9 વાગ્યા સુધી ખુલી રાખવાની છૂટ

ગુજરાતમાં અનલોક એકની અવધિ આજે સમાપ્ત થઈ રહી છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવતીકાલથી અનલોક- 2નો આરંભ થશે. અનલોક-2 અંતર્ગત રાજ્યમાં દુકાનોને રાત્રે આઠ વાગ્યા સુધી ખુલી રાખવાની છૂટ આપવામાં આવશે જ્યારે હોટલ-રેસ્ટોરન્ટોને રાત્રે 9 વાગ્યા સુધી ખુલી રાખી શકશે. તેમજ કહ્યું કે, કેન્દ્ર સરકારીની અનલોક-2ની નવી ગાઈડ લાઈન મુજબ રાત્રીના 10થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનલોક-1માં દુકાનોને 8થી સાંજે 7 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી હતી જે હવે અનલોક-2માં 1 કલાક વધારવામાં આવ્યો છે. તેમજ કર્ફ્યુમાં પણ વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે.