ઉત્તરપ્રદેશમાં કોરોનાની મેડીકલ ટીમ પર હુમલો, પથ્થરમારો

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં કોરોનાની તપાસ કરવા ગયેલી મેડીકલ ટીમ પર ટોળાએ હુમલો કર્યો છે. આ ઘટના જિલ્લાના નાગફની પોલિસ સ્ટેશનના હાજી નેબની મસ્જિદ વિસ્તારમાં બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના પોઝિટિવ શખ્સ સરતાજની બે દિવસ પહેલા મોત થઈ હતી જેને પગલે આજે મેડિકલ ટીમ સ્વાસ્થ્ય પરીક્ષણ કરવા પોંહચી હતી. જે દરમિયાન તેમના પર હુમલો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકોએ 108 મેડિકલ એમ્બુલન્સ પર પથ્થરમારો કર્યો હતો. જે હાદસામાં એમ્બુલન્સ કર્મીઓની સાથે ડોકટોર અને મેડીકલ સ્ટાફ ઘાયલ થયા છે. ડોકટોર હજી સુધી ઘટનાસ્થળ પર ઘેરાયેલા છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલિસ સ્થળ પર પહોંચીને ભાડને હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

એમ્બુલન્સ ડ્રાઈવર કહ્યું કે કેટલાક લોકોએ મેડિકલ ટીમ અને પોલિસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે અમારી ટીમ દર્દી સાથે એમ્બુલન્સમાં સવાર થઈ ત્યારે અચાનક જ ટોળું આવી ગયું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેમાં કેટલાક ડોકટર અને અમે પણ ઘાયલ થયા છીએ.