કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના માતુશ્રીનું અવસાન

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના સમયમાં ગુજરાત સરકારમાં એક વખત મંત્રી રહેલા શક્તિસિંહ ગોહિલની માતાનું આજે દુઃખદ અવસાન થયું છે. તેમના માતાની ઉંમર લગભગ ૯૦ વર્ષની આસપાસની હતી અને છેલ્લા કેટલાક દિવસથી બીમાર રહેતા હતા. શક્તિસિંહ ગોહિલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાની માતાના નિધનના સમાચાર આપ્યા છે. આ સમાચાર સાંભળ્યા બાદ કોંગ્રેસના અનેક નેતાઓ એ દુઃખ વ્યક્ત કર્યું છે તેમજ શક્તિસિંહ માતાને શ્રદ્ધાંજલી અર્પી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તે સિવાય ભરતસિંહ સોંલકીને પણ ટિકીટ આપી છે. તેમજ કોંગ્રેસ બન્ને બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો માટે 19મી જૂને ચૂંટણી યોજાવાની છે.